गुजराती भाषा में पढ़िए। कविता : घर

રહયું છે ના ઘર ઘર હવે ,
લાગી ગયાં છે નામ - પાટિયાં
દરેક ઘર પર હવે.
શોધીએ  કેવી રીતે  
જવાનું છે જે  સ્થાને આપણે તેને હવે  ?
વહેંચાઇ ગયાં છે  ઘર સર્વ ગલીગૂંચીઓમાં ખરે !
ચાલો  શોધીએ તે ઘરને  હવે
વસતાં હતાં જ્યાં  આપણે સહુ
હળી મળી  , સંગાથમાં ,
એ ચુલ્હા -ચક્કીવાળું ઘર . .
ચાલો ,  આવો , શોધીએ  ફરી એ
ગાય - બકરીવાળું ઘર !
એ પ્રશાંતિયુક્ત વાતાવરણ વાળું  ઘર .
વિહંગોના ક્લબલાટથી ગુંજતું ઘર .
કાશ , મળી જાય ફરી એ જ
આપણા ગામનું પ્રિય ઘર !

- આકીબ  જાવેદ ( રચયિતા )
-રંતિદેવ વિનાયકરાય ત્રિવેદી ( ભાવાનુવાદક )

૨૨ - ૪ - ૨૦૧૮

-

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ